પોસ્ટ ઓફિસની શાનદાર બચત સ્કીમ: 200 રૂપિયા જમા કરવા પર મળશે 21 લાખ રૂપિયા

Business Saving Scheme

આપણે સૌ નાની બચતની અગત્યતા જાણીએ છીએ માટે આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક સ્કીમ વિષે જણાવીશું, જેમાં ખાતું ખોલવા પર તમે થોડા વર્ષોમાં જ લખપતિ બની જશો. અને એમાં તમને ઘણા વધારે પૈસાની જરૂર નહિ પડે. તમારે એમાં ફક્ત 200 રૂપિયાની બચત કરવી પડશે.

થોડા વર્ષોમાં જ બની જશે 21 લાખનું ફંડ : તમને જણાવી દઈએ કે તમે રોજના ખર્ચ માંથી 200 રૂપિયા બચત કરી શકો, અને આવી નાની નાની બચત કરીને તમે ભવિષ્યમાં પોતાની જરૂરિયાત પુરી કરી શકો છો. પોસ્ટ ઓફિસનું પબ્લિક પ્રોવિડેંટ ફંડ એકાઉન્ટ (PPF) આજના સમયમાં બચત કરવા માટે સૌથી સારો વિક્લપ છે. તમારે તમારા એકાઉન્ટમાં રોજ 200 રૂપિયાની બચત કરવી પડશે. જો તમે રોજ આ રીતે બચત કરો છો, તો એના આધાર પર તમે સ્કીમ ક્લોઝ થવા પર 21 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો.

ક્યાંય પણ ખોલાવી શકો છો આ ખાતું : પોસ્ટ ઓફિસના આ ખાતાને તમે દેશની કોઈ પણ બ્રાંચમાં ખોલાવી શકો છો. એટલું જ નહિ તમે ઈચ્છો તો એક કરતા વધારે ખાતા પણ ખોલાવી શકો છો. એના સિવાય 2 લોકો ભેગા મળીને પણ આ ખાતું ઓપરેટ કરી શકો છો.

આવી રીતે મળશે 21 લાખ રૂપિયા : તમને જણાવી દઈએ કે જો તમારી ઉંમર 25 વર્ષ છે, અને તમે રોજના ખર્ચ માંથી ફક્ત 200 રૂપિયા બચાવો છો, તો 15 વર્ષ પછી આ બચતથી તમને લગભગ 21 લાખ રૂપિયાનું સપોર્ટ મળી જશે.

કેવી રીતે બનશે ફંડ :

1. તમને જણાવી દઈએ કે આ સ્કીમ અંતર્ગત જો તમે ફક્ત 200 રૂપિયા રોજ બચાવીને રોકાણ કરવાનું વિચારો છો, તે મહિને 6000 રૂપિયા થઇ જશે. આ રીતે તમે વર્ષના 72,000 રૂપિયા બચાવશો.

2. જો તમે આવું સતત આવનાર 15 વર્ષ સુધી કરો છો, તો તમારું કુલ રોકાણ 10.80 લાખ રૂપિયા થઇ જશે.

3. એની સાથે જ તમને જણાવી દઈએ કે PPF માં હવે 8% વર્ષના કંપાઉન્ડીંગના હિસાબે વ્યાજ મળી રહે છે. જે તમારા પૈસામાં જોડાતા જશે.

4. તેમજ, જો 15 વર્ષ સુધી આ રીતે વ્યાજ મળે તો કુલ રિટર્ન 21 લાખ રૂપિયા થઇ જશે.

5. એટલે કે તમને તમારા કુલ રોકાણ પર 10.31 લાખ રૂપિયા વ્યાજના રૂપમાં વધારાના મળશે.

100 રૂપિયાથી ખોલાવી શકો છો ખાતું :

તમને જાણાવી દઈએ કે જો તમે પોતાનું એકાઉન્ટ ખોલાવવા માંગો છો, તો તમારે એના માટે ફક્ત 100 રૂપિયા આપવા પડશે. કારણ કે પોસ્ટ ઓફિસમાં આ ખાતું 100 રૂપિયામાં ખુલી જાય છે. પરંતુ એમાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જામા કરાવવા જરૂરી છે. એની સાથે જ આ ખાતામાં તમે એક વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. એમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે. તેમજ આ એકાઉન્ટ તમે પોતાના બાળકોના નામ પર પણ ખોલાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *